

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
છ આરોપીના રેગ્યુલર જામીન, એક મહિલા આરોપીના આગોતરા મંજુર
ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામે દારૂની રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર હુમલાના બનાવ બાદ પોલીસે આરોપીઓની અટકાયત કરી હતી જે આરોપીઓ દ્વારા કોર્ટમાં જામીન અરજી કરતા છ આરોપીને કોર્ટમાંથી જામીન મળ્યા છે જયારે એક મહિલા આરોપીના આગોતરા જામીન કોર્ટે મંજુર કર્યા છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૭ ના રાત્રીના ટંકારા પોલીસની ટીમ જોધપર ઝાલા ગામે દારૂ રેઇડ કરવા ગઈ હોય ત્યારે ટોળાએ પોલીસ ટીમ પર હુમલો કરી દેતા પોલીસ કર્મચારીઓ ઘવાયા હતા અને બનાવ અંગે ટંકારા પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી પ્રદીપસિંહ પ્રવીણસિંહ ઝાલા, જસમત સોંઢાં સીપરીયા, પરાક્રમસિંહ મહિપતસિંહ ઝાલા, ભવાન અમૃતભાઈ સીપરિયા, મહાવીરસિંહ રણજીતસિંહ ઝાલા અને કુલદીપસિંહ દેવુભા જાડેજા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી અને ઝડપાયેલ આરોપીઓએ વકીલ નરેન્દ્રસિંહ જોરૂભા ઝાલા અને યોગરાજસિંહ જનકસિંહ જાડેજા મારફત જામીન અરજી કરી હતી જેમાં આરોપી તરફેના વકીલોની દલીલને પગલે મોરબી એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજે છ આરોપીની જામીન અરજી મંજુર કરતા આરોપીઓનો જામીન પર છુટકારો થયો છે
તે ઉપરાંત બનાવમાં મહિલા આરોપી ઈન્દ્રાબા પ્રવીણસિંહ ઝાલા સામે પણ ફરિયાદ નોંધાઈ હોય જેથી મહિલા આરોપીએ ઉપરોક્ત વકીલ મારફત આગોતરા જામીન અરજી કરી હતી જેને કોર્ટે માન્ય રાખતા મહિલા આરોપીના આગોતરા જામીન મંજુર થયા છે જેથી મહિલા આરોપીને રાહત મળી છે



