


ટંકારાના ધ્રોલીયા ગામ નજીક જૂની અદાવતનો ખાર રાખી પટેલ યુવાનને માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે
ટંકારાના હમીરપર ગામના રહેવાસી શૈલેશભાઈ ગંગારામભાઈ કોરીંગાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી રાજેશ ઉર્ફે મુન્નો વાલાભાઈ ઝાપડા રહે ધ્રોલીયા તા. ટંકારાવાળાને અગાઉ પોતાની જમીનના શેઢા પાસે દુકાન બનાવવાની ના પાડી હોય જેનું મનદુઃખ રાખી પોતાના ખેતર પાસે જતા હતા ત્યારે આરોપીએ ગાળો આપતા ગાળો આપવાની ના કહેતા એકદમ ઉશ્કેરાઈ આરોપીએ ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે