ટંકારામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

રાજયસરકાર દ્વારા દરવષેઁ નવા શૈક્ષણિક વષઁના પ઼ારંભે કન્યા કેળવણી અને બાળકોને શિક્ષણ તરફ વાળવા માટે ભૂલકાઑને શાળાપ઼વેશોત્સવ કાયઁક઼મ યોજવામા આવે છે.તે અંતગઁત ટંકારાતાલુકામા તા.૮ થી ૧૦ સુધી સતત ત્રણ દિવસ સુધી તાલુકાની તમામ સરકારી પ઼ાથમિક અને માધ્યમિક શાળામા શિક્ષણતંત્રે સરકારની સુચનાથી શાળાપ઼વેશોત્સવ કાયઁક઼મોની ભરમાર યોજી હતી.જેમા,કલેકટર આઈ.કે.પટેલથી માંડી આઈ.ઍ.ઍસ.સંજય નંદન,ફોરેસ્ટના ગંગાશરણ સિંઘ,તા.વિ.અધિકારી પલ્લવીબેન બારૈયા,મામલતદાર બી.ઍસ.પટેલ,તાલુકાપ઼ાથમિક શિક્ષણાધિકારી દિપાબેન બોડા સહિતના ખાસ રાષ્ટૃના ભાવિ સમા ભૂલકાઑને શિક્ષણના મારગે વાળવાના કાયઁક઼મમા ઉપસ્થિત રહીને બાળકોને પ઼વેશ અપાવ્યો હતો.નિધાઁરીત કાયઁક઼મ મુજબ શનિવારે રાજયના માગઁમકાન વિભાગના મંત્રી જયદૃથસિંહ પરમાર તાલુકાના જીવાપર અને હરબટીયાળી ગામે આવેલી સરકારી શાળામા બાળકોને શાળાપ઼વેશ અપાવ્યો હતો.શિક્ષણતંત્રના સમગ઼ કાયઁક઼મના સફળ આયોજન માટે સીઆરસીના હેમંતભાઈ ભાગીયાઍ ભારે જહેમત ઉઠાવી હતી.શાળાપ઼વેશોત્સવમા તાલુકામા ધોરણ-૧મા ૫૦૬ કુમાર અને ૫૪૧ કન્યા મળી કુલ ૧૦૪૭ બાળકો ઍ નવો શાળાપ઼વેશ મેળવ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat