

ટંકારા ખાતે અતિવૃષ્ટિના કારણે તાલુકા પંચાયત કચેરીમાં પાણી ભરાઈ ગયા હતા જેથી મોટાપાયે નુકશાન થવા પામ્યું હતું. આ વિભાગ હસ્તક પુરવઠા વિભાગના અનાજ ભરવા માટેના ગોડાઉનનું કામ ચાલુ છે જે પૂર્ણ થવા આવ્યું છે. આ ગોડાઉનમાં પણ પાણી આવી જાય તેવી પરિસ્થિતિ ઉદભવવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી જેથી જો ભવિષ્યમાં આ ગોડાઉનમાં ગરીબ માણસો માટેનું અનાજ ભરેલું હોય અને આ રીતે પાણી આવે તો અનાજ બગડવાની શક્યતાઓ રહેલી છે. તો હાલમાં જે જગ્યાએ બાંધકામ ચાલે છે તે જગ્યાએ આ અંગેની જોગવાઈ કરી ભવિષ્યમાં આવા કુદરતી આફતો સામે રક્ષણ મળી સકે અને સરકારને નુકશાન ના જાય તેમજ ગરીબ પરિવારો માટે રાખેલું અનાજ ના બગડે તેવું આયોજન કરવા મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય મંત્રી કાન્તિલાલ બાવરવાએ અધિક્ષક ઈજનેર, બી એન્ડ સી વિભાગ રાજકોટને પત્ર પાઠવીને માંગ કરી છે.