ટંકારા પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ટંકારા પોલીસે લતીપર રોડ પરથી પાસર થતી મારુતિ બલેનો કારને આંતરીને તેમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો તો કાર ચાલક નાશી જવામાં સફળ રહ્યો હતો આ મામલે ટંકારા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટંકારા પોલીસ રાત્રીના પેટ્રોલિંગમાં હોય દરમિયાન લતીપર રોડ પરથી પસાર થતી મારુતિ કાર જીજે ૧૪ ઈ ૧૬૬૪ વાળીને રોકતા કાર ચાલકે ગાડીને ભગાવી હતી અને પોલીસે પીછો કરતા કાર ચાલક ઉમિયા આશ્રમ નજીક પોતાની કાર મુકીને નાશી ગયો હતો તો પોલીસે આ કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૦૨ કીમત રૂ.૩૦,૬૦૦ અને મારુતિ કાર કીમત રૂ.૫૦,૦૦૦ કબજે કરીને ગુનો નોધીને વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat