ટંકારા પોલીસે લજાઈની સીમમાંથી છ પત્તાપ્રેમીઓને ઝડપી 2.92 લાખનો મુદામાલ જપ્ત કર્યો

ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં જુગાર રમતા છ શખ્સોને પોલીસે રોકડા રૂપિયા ૪૧૨૬૦ સહિત ૨,૯૨,૨૬૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા છે અને તમામ જુગારીઓ સામે ધોરણસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાની સુચના ડીવાયએસપી બનો જોષીના માર્ગદર્શન હેઠળ ટંકારા પીએસઆઈ એમ.ડી. ચૌધરીની ટીમના પ્રકુલકુમાર જેઠાભાઇ, વિક્રમભાઇ લાભુભાઇ કુગસીયા, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા, ચકુભાઇ દેવશીભાઇ કલોતરા ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલીંગમા હતા ત્યારે લજાઈ ગામની સીમમાં ધુનડા જવાના રસ્તે કરશનભાઇ દેવકરણભાઇ સેરશીયા ની વાડીની બાજુમા બાવળની ઝાડીમા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સ્થળ પર દરોડો કર્યો હતો

જેમાં જુગાર રમતા આરીફભાઇ અલાઉદીનભાઇ કડીવાર, મહીપતભાઇ ચકુભાઇ વામજા, મહેશભાઇ મગનભાઇ વામજા અનોપસિંહ વજુભા ઝાલા, મનસુખભાઇ જીવાભાઇ બાંભણીયા અને કરશનભાઇ દેવકરણભાઇ સેરશીયા રહે.બધા લજાઇ ગામ તા.ટંકારા જી.મોરબી વાળા કુલ રોકડ રૂપીયા ૪૧,૨૬૦ તથા મોબાઇલ નંગ-૦૮ કિ.રૂ.૬૦૦૦ તથા એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સીલેરીયો કાર કિ.રૂ. ૨ લાખ તથા હીરો સુપર સ્પલેન્ડર મોટરસાયકલ કિ.રૂ.૨૫૦૦૦, હીરોહોન્ડા સ્પલેન્ડર કિ.રૂ. ૨૦૦૦૦ સાથે કુલ મુદામાલ કિ રૂ. ૨,૯૨,૨૬૦ ની કિંમતનો જપ્ત કરી આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે

Comments
Loading...
WhatsApp chat