ટંકારા : મગફળીકાંડ મામલે નાફેડ ચેરમેન વાઘજીભાઈ બોડાની ટી-20 સ્ટાઈલ બેટિંગ, video

રાજ્યમાં મગફળીકાંડની આગ હજુ શાંત થઇ નથી આ મામલે તંત્ર દ્વારા ધરપકડનો દોર ચાલી રહ્યો છે જેમાં નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાના ભત્રીજા ની પણ ધરપકડ કરવામાં આવી છે અને રાજ્ય સરકાર પણ નાફેડ પર આક્ષેપો કરે છે ત્યારે આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો દોર ચાલુ જોવા મળે છે

આજે ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળી હતી જેમાં નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડા સરકાર પર રીતસરના વરસી પડયા હતા જેમાં જણાવ્યું હતું કે હજુ 40 ગોડાઉનમાં ધૂળ છે જૂનાગઢ, પોરબંદર, જામનગરમાં ભયંકર ભ્રસ્ટાચાર થયા છે સરકારે કરાર કર્યા, શરતો મૂકી અને જવાબદારી નક્કી કરી જેમાં એક કે બે ટકો કમિશન આપવામાં આવે છે ગુજકો માર્શલના ચેરમેન ભાજપના જ છે જેને સીએમ રૂપાણી સાથે મેળ ના હોવાના પ્રહારો કર્યા હતા

ગુજકો સંસ્થા ફડચામાં છે, દૂધની ડેરીઓમાં બનાસકાંઠા અને સાબરકાંઠા ડેરીઓ ફડચામાં છે જેને ખરીદી સોંપવામાં આવી અને ફડચામાં ગયેલા દૂધ સંઘો અને અન્ય સંસ્થાઓને કામગીરી સોંપવામાં આવી હતી આ તો સમયની બલિહારીચે લોકો ધરાય ત્યાં સુધી એમ કહીને સરકાર પર કટાક્ષો કર્યા હતા તેમજ પગના તળિયા બળે એટલે ક્રાંતિ થાય તેમ જણાવ્યું હતું

જુઓ વિડીયો…………

Comments
Loading...
WhatsApp chat