Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારા : મગફળી કોભાંડ મામલે નાફેડના ચેરમેને રાજીનામું આપવું જોઈએ

ટંકારા તાલુકા ભાજપ મહામંત્રી કિરીટ અંદરપાએ કરી માંગ

મગફળી કોભાંડમાં નાફેડના ચેરમેનના ભત્રીજાનું નામ આવતા જ ચેરમેન હરકતમાં આવી ગયા હતા અને ગોંડલ મગફળી ગોડાઉનમાં આગ લાગતા ચેરમેને પ્રેસ નોટ આપી હતી કે આગ લાગી છે કે લગાડવામાં આવી છે ? આમાં ભ્રષ્ટાચારની બુ આવે છે ત્યારે હવે તેના ભત્રીજાનું નામ કોભાંડમાં ખુલ્યું છે જેથી નાફેડ ચેરમેન રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી છે.

ટંકારા તાલુકા ભાજપ મહામંત્રી કિરીટભાઈ અંદરપાએ જણાવ્યું છે કે ખેડૂતોના હામી હોવાની વાતો કરતા હતા અને સરકારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળે તે માટે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું અને વધુમાં વધુ કેન્દ્ર ખોલી ખેડૂતોને અગવડ ના પડે તે માટે માંગ કરી હતી તો ખરીદી કરતા નાફેડના અમુક અધિકારીઓ અને પદાધિકારીઓ જ ખેડૂતોને લાઈનમાં ઉભા રાખે અને ખેડૂતને હેરાન પરેશાન કરતા હતા ત્યારે સરકાર પર માછલા ધોવાય એવા નિવેદનો આપતા હતા ત્યારે હવે મગફળી કાંડમાં ખુલાસો થયા છે

વધુમાં જણાવ્યું છે કે ટંકારા તાલુકાના કેન્દ્રોની તપાસ થાય તો તેમાં પણ ભ્રષ્ટાચાર ખુલવાના છે આ પ્રકરણમાં નાફેડના ચેરમેનના ભત્રીજાનું નામ આવતું હોવાથી નાફેડના ચેરમેને નૈતિક જવાબદારી સ્વીકારી સ્વેચ્છાએ રાજીનામું આપવું જોઈએ અને ખેડૂતોને લાઈનમાં ઉભા રાખવા બાબતે ખેડૂતોની માફી માંગવી જોઈએ તો આ બાબતમાં ટંકારાના ધારાસભ્યનું મૌન પણ ઘણું સૂચક હોવાનું જણાવ્યું છે અને ભાજપ મહામંત્રીએ નાફેડ ચેરમેન પર આકરા પ્રહારો કર્યા છે

Comments
Loading...
WhatsApp chat