ટંકારાના મીતાણા ગામે બે જૂથ વચ્ચે બઘડાટી, રાયોટીંગની ફરિયાદ

ટંકારાના મીતાણા ગામના રહેવાસી મુન્નાભાઈ મલાભાઇ ભરવાડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના મકાનના ફળિયામાં આરોપીની નવેરીની બારી પડતી હોય જે બારીમાંથી પાન માવા ખાઈને પિચકારી મારતા હોય જે મામલે ફરિયાદીના પિતાએ થુક્વાની ના કહેતા આરોપી કરમણ મેપા, મલા કરમણ, નારાયણ કરમણ, લીંબા મેપાભાઈ, સનોભાઈ બાંભવા, અને વેલા મેપા રહે. બધા મીતાણા વાળાએ એકસંપ કરીને ફરિયાદીને ધરિયાના ઘા ઝીંકી તેમજ સાહેદ ભુરાભાઈને પાઈપ વતી માર મારી ઈજાઓ પહોંચાડી છે તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી છે જયારે સામાપક્ષે કરમણ મેપા ભરવાડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી મુના મલા ભરવાડ, ભૂરા મલા ભરવાડ અને મલા ટપુભાઈ ભરવાડ એ ત્રણ શખ્શોએ નજીવી બાબતે બોલાચાલી કરી માર મારી ઈજાઓ પહોંચાડી છે. ટંકારા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તેમજ રાયોટીંગ અને જીલ્લા મજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોધી વધુ તપાસ ચલાવી છે.

 

Comments
Loading...
WhatsApp chat