


ટંકારા લોહાણા સમાજની યુવા પાંખ દ્વારા સરસ્વતી સન્માન યોજાયેલ જેમાં એલ. કે.જી. ઘો.૧૨ સુઘીના વિદ્યાર્થીઓનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે લોહાણા સમાજનાં પ્રમુખ કાંતીભાઇ કંકકડ,પ્રવિણભાઇ માઘાણી, મહિપતભાઈ બુદ્દઘદેવ, ગુરીશભાઇ ભમ્મર, મગનભાઈ વિઠલાણી, તલસીભાઇ ભગદેવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ ઘો.૧૨ માં સેજપાલ મીત અશોકભાઈ. ઘો.૧૧માં કટારીયા ઘ્વની હરેશભાઇ અને ઘો.૧૦ માં સેજપાલ ઉત્સવ સંજયભાઈ પ્રથમ નંબરે આવેલ જેને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ
દરેક ઘોરણમાં પ્રથમ ત્રણ નંબર મેળવનારને શિલ્ડ આપવામાં આવેલ પ્રમુખ કાંતીભાઇ કંકકડ, તથા કીતીઁભાઇ સેજપાલ યુવા પાંખ દ્વારા કરાયેલ સુંદર આયોજનની પ્રશંસા કરી દર વષૅ આ જવાબદારી સંભાળે તેમ જણાવેલ. યુવા પાંખના ભાવિન સેજપાલ, ગોપાલભાઇ કટારીયા ,અક્ષય કટારીયા, રાજેન કટારીયા વિગેરે દ્વારા જહેમત ઉઠાવેલ યુવાપાંખના સભ્યો ના વરદ હસ્તે શિલ્ડ અપાયેલ અને દાતાઓ દ્વારા દરેક વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હાતી કીર્તિ ભાઇ સેજપાલ દ્વારા શ્રી વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિ અપૅણ કરી યુવા પાંખનું સન્માન કરવામાં આવ્યું હતું

