



ટંકારા તાલુકાના હડમતીયા ગામની હડમતીયા કન્યા શાળા તથા કુમાર શાળાનો શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો જેમાં ધોરણ ૧ તથા બાલમંદિરના બાળકોને ઉત્સાહભેર પ્રવેશ કરાવવામાં આવ્યો.
બાળકોને દાતા વામજા ચંદ્રમોલી હસુભાઈ તરફથી સ્કૂલબેગ આપવામાં આવી. તેમજ દાતા ભાવેશભાઈ તળશીભાઈ તરફથી ધોરણ ૧ ના બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી. દાતા નથુભાઈ કડીવાર તરફથી ટંકારા તાલુકામાં પ્રવેશપાત્ર ધોરણ ૧ ના તમામ બાળકોને પાણીની બોટલ આપવામાં આવી હતી.
આ તકે સચિવાલયમાંથી વર્ગ-૧ના અધિકારી કુમારી એન. જે. ચિતરીયા તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મામલતદાર કેતનભાઈ સખીયા, ભાજપ અગ્રણી કડીવાર નથુભાઈ તથા હડમતિયા સરપંચના પતિ ગામના યુવા આગેવાન પંકજભાઈ રાણસરિયા, સી.આર.સી સાણજા સહિતના ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા

