



ટંકારા પોલીસની સમયસૂચકતાથી ખીજડિયા ચોકડી પાસેથી સ્વીફ્ટ કારમાં ૨૦૦ લીટર દેશી દારૂની હેરાફેરી કરતા ઈસમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કાર અને દારૂના જથ્થાની સાથે રૂ.૨.૦૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પો.સબ.ઈન્સ બી.ડી.પરમાર સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.કોન્સ ખાલીદખાન રફીકખાન કુરૈશીને ચોક્કસ બાતમી મળી હતી કે, ટંકારા રાજકોટ મોરબી હાઇવે ખીજડીયા ચોકડી પાસે રોડ પરથી મૂળ રાજકોટનો વતની આરોપી ક્રિપાલ જયંતિભાઈ સોલંકી સ્વીફ્ટ કારમાં દેશી દારૂની હેરાફેરી કરનાર છે.જેને પગલે પોલીસે ઘટના સ્થળે વોચ ગોઠવી હતી અને આરોપી ક્રિપાલ સ્વીફ્ટ કાર રજી નંબર- GJ-03-CE-2333 વાળીમાથી પસાર થતા તેને અટકાવીને કારની તલાશી લેતા પાછળની સીટમા તથા ડેકીમાથી સફેદ પ્લા.ના બાચકામાં પ્લા.ની પારદર્શક દેશીદારૂ ભરેલ પ્લા.ની પારદર્શક કોથળીઓ નંગ- ૪ર દેશીદારૂ લીટર-૨૦૦ કુલ કિ.રૂ.૪૦૦૦ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂનો જથ્થો અને સ્વીફ્ટ કાર રજી નંબર- G-J-03-CE-2333 વાળીની કિ.રૂ.૨,૦૦,૦૦૦/ ની સાથે કુલ કિ.રૂ.૨,૦૪,૦૦૦/- ના મુદામાલ જપ્ત કરી આરોપી વિરુધ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમા પ્રોહી એકટ કલમ- ૬૫ઇ,૯૮(૨) મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં ટંકારા પો.સબ.ઈન્સ બી.ડી.પરમાર, સર્વેલન્સ સ્કવોડના પોલીસ હેડ કોન્સટેબલ વિજયભાઇ નાગજીભાઇ બાર તથા એ.એસ.આઇ ભાવેશકુમાર ધીરજલાલ તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ ઝાલા તથા ખાલીદખાન રફીકખાન કુરેશી તથા સાગરકુમાર ડાયાલાલ તથા કૌશીકકુમાર રતિલાલ સહિતના પોલીસકર્મી જોડાયા હતા.

