Billboard ad 1150*250

ટંકારા : કોરોના મહામારીને પગલે ઈમિટેશન કારીગરોની હાલત કફોડી બની, વેપાર-રોજગાર બંધ

0 192

માત્ર ભારત દેશ જ નહિ નેપાળ, આફ્રિકા અને શ્રીલંકા જેવા દેશોમાં ઇમિટેશન આભૂષણ તૈયાર કરી મોકલનાર ટંકારાના ગૃહ ઉદ્યોગની હાલત દયનીય બની છે મીની લોકડાઉનની અસર ઈમીટેશન ઉદ્યોગ પર પડી રહી છે અને ઈમિટેશન વ્યવસાય થકી રોજગારી મેળવતા કારીગરોના પરિવારની હાલત કફોડી બની છે

ટંકારા શહેર અને તાલુકામાં ઇમિટેશન આભૂષણ બનાવવાનો ગૃહ ઉદ્યોગ છેલ્લા ઘણા વર્ષોથી અનેક લોકોને ઘેરબેઠા રોજગારી આપતો હતો પરંતુ કોરોના મહામારીની બીજી લહેર બાદ રાજ્યના અન્ય શહેરોમાં મીની લોકડાઉન અમલી બનતા શહેરોના ધંધા રોજગાર બંધ થવાથી ટંકારામાં મીની લોકડાઉન વગર જ આ ઇમિટેશન ઉદ્યોગમાં લોકડાઉન થઈ ગયું છે.

હાલમાં ટંકારા પંથકમાં ઇમિટેશન આભૂષણના કાચા માલના ધર ભર્યા છે પરંતુ અન્ય રાજ્યોમાં કોરોના પ્રકોપ વચ્ચે લોકડાઉન અમલી હોવાથી તમામ વ્યાપાર બંધ થતાં સ્થાનિક ઉપરાંત બહારના ઓર્ડર મળવા પણ બંધ થતાં ઇમિટેશનના ધંધાર્થીઓ અને કારીગરો બેકાર બન્યા છે.

ટંકારા શહેરના અંદાજે એક હજારથી વધુ પરીવારને ઈમિટેશન ઉધોગ રોજગારી આપતુ હતું. ઉપરાંત તાલુકાના ગામડાઓમા પણ આ ઉધોગ ખુબ ફુલ્યો ફાલ્યો છે અને ઘેરબેઠા કામ થતું હોય સૌથી વધુ સ્ત્રીઓ ટંકારા પંથકમાં ઈમિટેશન થકી આમદની મેળવી પુરૂષ સમોવડી બની છે પરંતુ છેલ્લા બે મહિનામાં ઇમિટેશન ઉદ્યોગ ભાંગીને ભુક્કો થઈ ગયા જેવી સ્થિતિ જોવા મળે છે અને મહિલા રોજગારી છીનવાઈ ગયેલી જોવા મળે છે જેથી અનેક પરિવારો માટે રોજીરોટીનો પ્રશ્ન પણ સર્જાયો છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat