Billboard ad 1150*250

ટંકારા : લગ્નના ફેરાની પ્રતિજ્ઞા પાળી, પતિ-પત્નીએ એક જ દિવસે ફાની દુનિયાને અલવિદા કહી

0 912

  ટંકારા તાલુકાના લજાઈ ગામે એકજ દિવસે જન્મેલા વલમજીભાઈ અને તેમના પત્ની દયાબેન નું એકજ દિવસે મૃત્યુ થતા અલૌકિક ઘટના બનેલ છે. 

લજાઈ ગામે જન્મો જનમના સંગાથી એવો પતિ-પત્નીના દિવ્ય આત્માઓએ એકજ દિવસે મહાપ્રયાણ કરેલ છે.ટંકારા તાલુકાના લજાઈ ગામે અલૌકિક  ઘટના ઘટેલ  છે.જન્મોજન્મના સંગાથ અનેક પ્રેમીઓ ,પતિ-પત્નીઓ માંગતા હોય છે . એકજ દિવસે પતિ પત્ની ના મૃત્યુ થયા હોય એવા કિસ્સા ભાગ્યે જ બને છે.

ટંકારા તાલુકાના લજાઈ ગામના નિવાસી વલમજીભાઇ ગણેશભાઈ વામજા ( ઉંમર વર્ષ ૫૮) અને દયાબેન વલમજીભાઈ વામજા (ઉંમર વર્ષ ૫૮) બંને પતિ -પત્ની નું તા28/3/21 ના રોજ અવસાન થયેલ છે. સવારે પ્રથમ પ્રયાણ વલમજીભાઈ એ કરેલ. સવારે 9 વાગ્યે  દેહ છોડી દીધેલ. ત્યારબાદ તેમના પત્ની દયાબે 1 વાગ્યે પ્રાણ  છોડી દીધેલ.  બંનેના મૃત્યુ વચ્ચે ફકત ચાર કલાક નો ગાળો હતો.બને પતિ- પત્ની નો જન્મ તારીખ 16/4/64 એક જ દિવસે છે. પરમાત્મા જન્મો જન્મ ના સંગાથી દિવ્ય આત્માઓ ને પરમ શાંતી આપે.

અનેક પુણ્ય આત્માઓ ને પોતાના મૃત્યુની અગાઉથી જાણ થતી હોય છે. વલમજીભાઈ પણ પુનમ ક્યારે છે તે દરરોજ પૂછતા હતા.
ટંકારાના લજાઈ નિવાસી વલમજીભાઈ ગણેશભાઈ વામજા (ઉ.૫૮) અને દયાબેન વલમજીભાઈ વામજા (ઉ.૫૮) તે રામજીભાઈ, દામજીભાઈ, છગનભાઈના લધુબંધુ અને ઘનશ્યામાઈ, પરેશભાઈ,ગૌતમભાઈ (ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ )ના માતુશ્રી અને પિતાશ્રી છે. 
 વર્તમાન સ્થિતિને અનુલક્ષીને માત્ર ટેલીફોનિક બેસણું રાખેલ છે. ઘનશ્યામાઈ મો.૯૮૭૯૭૭૩૨૧૨,
પરેશભાઈ મો.૯૯૦૯૬૨૩૮૫૨ તથા ગૌતમભાઈ મો.૯૬૮૭૨૭૦૬૬૫
 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat