


જુગારની મોસમ ગણાતા શ્રાવણ માસને હજુ દિવસો બાકી છે પરંતુ જુગારીઓ અત્યારથી જ સક્રિય બન્યા હોય અને પોલીસથી બચવા નીતનવા કીમિયા અજમાવતા હોય છે ત્યારે ટંકારા નજીક ક્રુઝર જીપમાં બેસી જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી પોલીસે મુદામાલ જપ્ત કર્યો છે.
મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા નજીક જીજે ૦૩ ઝેડ ૯૫૪૩ ક્રુઝર જીપ પડી હોય જેમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસની ટીમે દરોડો કર્યો હતો અને જીપમાં બેસીને જુગાર રમતા બાબુભાઇ પુપાભાઇ ઝાંપડા રહે જબલપુર, કમલેશ રાણાભાઇ ઝાંપડા રહે ટંકારા, રમેશ જમનાદાસ બાવાજી રહે ટંકારા, રવજી નાથાભાઈ અજાણા રહે. નાના ખિજડીયા, દિનેશ રામજી રબારી રહે ટંકારા, દિનેશ કારૂભાઇ ઝાંપડા રહે. ટંકારા એમ છ શખ્શોને ઝડપી લઈને તેની પાસેથી રોકડ રકમ રૂ.૧૦, ૧૨૦, મોબાઈલ નંગ ૭ કિમત રૂ.૫૦૦૦ અને તૂફાન જીપ કિમત રૂ.૧ લાખ મળીને કુલ રૂ.૧,૧૫,૧૨૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે ટંકારા પોલીસે તમામ જુગારીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

