ટંકારા : હડમતીયા ગામમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી જીલ્લામાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો છે તો જીલ્લાની પોલીસ સતત દોડધામ કરીને દરોડા કરી રહી છે જેમાં ટંકારાના હડમતીયા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓને દબોચી લેવાયા છે

મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ ટંકારા પીએસઆઈ એમ.ડી. ચૌધરી, પ્રફુલભાઈ જેઠાભાઈ, વિક્રમભાઈ લાભુભાઈ, વિશ્વરાજસિંહ ઝાલા, ચકુભાઈ કલોતરા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હડમતીયા ગામે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કર્યો હતો

જેમાં સીમ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા સવજીભાઈ નાથાભાઈ ખાખરીયા, અરવિંદભાઈ છગનભાઈ રાણસરિયા, ત્રિભોવનભાઈ પ્રેમજીભાઈ મેરજા અને પ્રવીણભાઈ જીણાભાઇ કામરિયા એમ ચારને ઝડપી લઈને રોકડ રકમ ૫૭,૩૭૦ જપ્ત કરી તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat