ટંકારામાં પાંચ કલાકમાં ધોધમાર ૧૧ ઇંચ વરસાદ

વાંકાનેર છ ઇંચ, મોરબીમાં પાંચ ઇંચ વરસાદ

 

 

મોરબી જીલ્લામાં આજે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. સવારથી અનરાધાર વરસી રહેલા વરસાદને પગલે સવારે ૭ થી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં જીલ્લામાં ૪ થી ૧૧ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ ટંકારામાં ૧૧ ઇંચ, વાંકાનેરમાં છ ઇંચ અને મોરબીમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જયારે હળવદમાં ચાર ઇંચ અને માળિયામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ટંકારામાં આભ ફાટવા જેવી સ્થિતિ વચ્ચે કેટલાય ગામોમાં પાણી ભરાઈ ગયા છે જેથી ફાયર અને એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે, અનેક ગામોમાં પાણી ભરાયા છે તો ગામમાં જવાના માર્ગમાં આવતા પુલ પરથી બે કાંઠે પાણી વહેતા વાહનવ્યવહાર ખોરવાઈ જવાની સ્થિતિ જોવા મળી રહી છે તો ઠેર ઠેર ફસાયેલા લોકોને બચાવવા માટે તંત્ર ખડેપગે કામગીરી કરી રહી છે.

ટંકારાનું બારનાળું ઓવરફલો

 

મોરબી ટંકારા જતા માર્ગ પર આવતું બાર નાળું ઓવરફલો થયેલું જોવા મળે છે. ભારે વરસાદને પગલે નાળું ઓવરફલો થઇ ગયું છે જેથી વાહન વ્યવહારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો આ રસ્તેથી ચાલતા વાહનચાલકોને પણ સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat