Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારા : પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોકટરોની ભરતી કરવાની માંગ

મોરબી જિલ્લાના ટંકારા ખાતે લજાઈ નજીક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોકટરો ના હોવાથી દર્દીની ડફોડી હાલત થતી હોવાથી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે આ મામલે રજૂઆત કરી છે.

ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમભાઈ વામજાએ રાજ્યના આરોગ્ય મંત્રીને રજુઆત કરી જણાવ્યું છે કે ટંકારા તાલુકામાં લજાઈ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે જેનું નવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ 23,100 ની વસ્તી આવેલી છે છતાં ડોક્ટર ચાર્જ પાર મુકવામાં આવ્યા છે અને અઠવાડિયામાં ત્રણ દિવસ હાજરી આપી શકે છે જેથી દર્દીને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હાલમાં 80 થી 100 જેટલી ઓપીડી પણ થાય છે છતાં હજુ કાયમી ડોક્ટરની નિમણુંક થઇ નથી જેથી કાયમી ડોક્ટરની વહેલી તકે નિમણુંક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat