ટંકારા છાપરી વચેનો બિસ્માર માર્ગ પર સિઘ્ધી વિનાયક ગ્રુપે રીપેરીંગ કર્યું.

ટંકારા શહેરની વચેથી રાજકોટ, મોરબી અને કચ્છ ને જોડતો રાજય ધોરીમાર્ગ પસાર થાય છે.આ રોડ ને રૂપકડું નામ પણ ગૌરવ પથ આપ્યું હતું આ હાઇવે બન્યા ને પાંચ વષઁથી વધુ સમય વિતી ગયો છે. પરંતુ છેલ્લા બે વષઁથી વધુ સમય થી હાઇવે સંપૂર્ણ તુટી ને મગરની પીઠ જેવો બની ગયો છે. હાઇવેની મરામત અંગે અનેક મુસાફરો અને પ્રજાજનો એ અનેક ફરિયાદો પણ તંત્ર સમક્ષ કરી હતી. પરંતુ જાડી ચામડી ના તંત્રના નિંભરા અને પેધી ગયેલા જવાબદારો ને ફરિયાદો ની કોઇ જ અસર થતી નહોતી. ટંકારા મા સાભેલાની ધારે પડેલા વરસાદે ગૌરવ પથ નુ ગૌરવ હણી ભષ્ટ્રાચાર ના પોપડા ઉખેડી નાખ્યા હતા. હાલ રોડ પર મસમોટા ખાડા થિ મુસાફરો ભારે હાલાકી ભોગવવી રહ્યા હતા. આખરે પ્રજા એ પણ સરકાર ના આ નિંભર તંત્ર ને વતાવવા નુ માંડી વાળ્યુ હતુ; સિઘ્ધી વિનાયક ના અધ્યક્ષ અરવિંદ બારૈયા પ્રતિક આચાર્ય લાલાભાઈ. સંજુબાબા ફિરોઝભાઈ સરપંચ હિરેન પટેલ રાજ પંડયા કોશિક ફેફર કે. કે. આહિર. સહીત ના તમામ મિત્રો આજે જાત મહેનત કરી ખિસ્સા ના પૈસા થી માટી કામ કરી રોડ રિપેરીંગ કામ કરી રહ્યા છે.

 

 

Comments
Loading...
WhatsApp chat