ટંકારા : સજનપર પ્રાથમિક શાળામાં ઢોલ નગારા સાથે શાળા પ્રવેશોત્સવની ઉજવણી

સજનપર પ્રાથમિક શાળા તથા નવા સજનપર પ્રાથમિક શાળા તેમજ અંગાડવાડી ના બાળકો નો શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો.જેમાં ધોરણ ૧ તથા અંગાડવાડીના બાળકોને ઉત્સાહભેર પ્રવેશ કરાવવામાં આવ્યો.આ કાર્યક્રમમાં ગાંધીનગર સચિવાલય થી ખાસ પધારેલ વર્ગ 1ના અધિકારી  કુ. એન.જે. ચિતાલિયા , ટંકારા તાલુકાના મામલતદાર  કેતનભાઈ સખીયા, જિલ્લા ભાજપ પ્રમુખ  દુર્લભજીભાઈ દેથરીયા, લજાઈ જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ નથુભાઈ કડીવાર, સી.આર. સી. કો. શૈલેષભાઇ સાણજા તેમજ ટંકારા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ છાયાબેન માકાસણા ખાસ હાજર રહયા હતા.શાળાના ધોરણ 1 ના બાળકોને ધમાકેદાર એન્ટરી સાથે ઢોલ નગારા અને ફની મિકી માઉસ સાથે કંકુ ચોખા ના તિલક કરી વિદ્યા પ્રવેશ કરાવવામાં આવ્યા.

દાતા  જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ નથુભાઈ કડીવાર તરફથી ટંકારા તાલુકામાં પ્રવેશપાત્ર ધોરણ ૧ ના તમામ બાળકોને પાણીની બોટલ આપવામાં આવી.શાળાના શિક્ષિકા બહેન વિરામગામાં મીનાબેન તરફથી ધોરણ 3 થી 8 માં પ્રથમ ત્રણ નંબર મેળવેલ વિદ્યાર્થીઓ ને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ 100% હાજરી આપેલ બાળકોને શાળાના શિક્ષિકા બહેન ભારતીબેન દેત્રોજા દ્વારા ગિફ્ટ આપવામાં આવી તેમજ ગામના આગેવાન યુવાનો મારવાણિયા કૌશિકભાઈ અને સાગરભાઈ કોરડીયા એ શાળાના તમામ બાળકોને  ભોજન કરાવ્યું હતું.

આ તકે સચિવાલયમાંથી વર્ગ-૧ના અધિકારી કુમારી એન. જે. ચિતરીયા તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મામલતદાર  કેતનભાઈ સખીયા, ભાજપ અગ્રણી કડીવાર નથુભાઈ  તથા સજનપર ગામના ઉત્સાહી અને યુવા સરપંચ રીનાબેન જાદવ, સી.આર.સી સાણજા  વગેરે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કુ. એન.જે. ચિતરિયાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ત્યારબાદ એસ.એમ.સી. સાથે મિટિંગ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.. આ તકે ઉપસ્થિત થયેલ તમામ અધિકારી, પદાધિકારી, એસ.એમ.સી. ના અધ્યક્ષ તથા સદસ્યો, દાતા ઓ, તેમજ ગ્રામજનોનો  આભાર વ્યકત કરવામાં આવ્યો હતો

 

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat