



ટંકારા તાલુકામાં હડમતીયા રોડ પર આવેલ વાડીના તળાવમાં ન્હાવા જતાં યુવક ડૂબી ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે ટંકારા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હડમતીયા રોડ કાંતીલાલ વાઘજીભાઇ રંગપરીયાની વાડી નજીક આવેલા તળાવમાં મૂળ દાહોદનો વતની અને હાલ વાડીએ રહેતો વિજય શૈલેષભાઇ ડામોર ન્હાવા પડ્યો હતો પંરતુ પાણીમાં ડૂબી જતાં તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગેની જાણ ટંકારા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

