



ટંકારા નજીક મગફળીનો જથ્થો ભરી જતી યુટીલીટી જીપમાં પંચર પડતા સાઈડમાં પાર્ક કરેલ હોય દરમિયાન ટ્રકના ચાલકે જીપ સાથે એક્સ્મત સર્જ્યો હતો જો કે કોઈ જાનહાની થઇ ના હોવાની માહિતી મળી હતી
ટંકારા નજીક વહેલી સવારે મગફળી ભરીને જતી યુટીલીટીના ટાયરમાં પંચર પડ્યું હોય જેના કારણે યુટીલીટીના ચાલકે ગાડીને સાઈડમાં પાર્ક કરી હોય દરમિયાન એક ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રક યુટીલીટી સાથે અથડાયો હતોં અને યુટીલીટી રોડની નીચે ઉતરી ગઈ હતી મગફળી નાં બાચકા પર રોડ પર પથરાયા હતા પંરતુ ધટનામાં કોઈ જાનહાની ના થઇ હોવાની માહિતી મળી હતી તો અસ્ક્માતને પગલે હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો

