


ટંકારાના હડમતીયા નજીક આવેલી મોજા બનાવતી ફેકટરીમાં સવારે આગ ફાટી નીકળતા ફાયરની બે ટીમોએ સ્થળ પર દોડી જઈને પાણીનો મારો ચલાવ્યો હતો.
લજાઈ-હડમતીયા રોડ પર આવેલી રીયોન સોક્સ નામની ફેકટરીમાં સવારે કોઈ કારણોસર આગ લાગતા ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની બે ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર ટીમના વિનયભાઈ ભટ્ટ સહિતની બે ટીમોએ પાણીનો મારો ચલાવીને બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જોકે સદનસીબે કોઈ જાનહાનીના અહેવાલો પ્રાપ્ત થયા નથી તેમજ નુકશાનીનો સત્તાવાર આંક હજુ મેળવી શકાયો નથી

