ટંકારા : હડમતીયા કન્યા શાળામાં કોમન પ્રવેશ પરીક્ષા અંતર્ગત વાલી મીટીંગ યોજાઈ

 

ટંકારા તાલુકાની શ્રી હડમતીયા કન્યા તાલુકા શાળામાં ધોરણ ૬ માં આવનાર વિદ્યાર્થીઓ માટે કોમન પ્રવેશ પરીક્ષા (COMMON  ENTRANCE TEST) અંતર્ગત વાલી મિટિંગ યોજાઈ હતી

આ તકે શાળાના આચાર્ય નિલેશભાઈ સિણોજિયાએ બાળકોની હાજરી, વાર્ષિક પરીક્ષા, NMMS, PSE, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ચિત્ર સ્પર્ધાની માહિતી આપી હતી. શાળાના મદદનીશ શિક્ષક પ્રવીણભાઈ ભાગીયાએ ધોરણ ૬ માટે લેવાનાર કોમન પ્રવેશ પરીક્ષા અંતર્ગત (૧) જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ (૨) જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્સિયલ સ્કૂલ (૩) જ્ઞાનસેતુ ડે સ્કૂલ (૪) રક્ષાશક્તિ સ્કૂલ (૫) મોડેલ સ્કૂલની પરીક્ષા, વિષયવાર ગુણનું માળખું તેમજ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેની માહિતી આપી હતી જેમાં શાળાના ધોરણ ૫ ના ૨૪ વિદ્યાર્થીમાંથી ૨૧ વિદ્યાર્થીઓના વાલીઓએ હાજરી આપી હતી

 

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat