



ટંકારાના રામપર ગામની સીમમાં ખેત મજુરી કરતા શ્રમિક યુવાન પર અગાઉની બોલાચાલીનો ખાર રાખી બે શખ્શોએ છરી જેવા તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી દેતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રામપર ગામની સીમમાં રહીને ખેતમજુરી કરતા ગોવિંદભાઈ ક્નીયાભાઈ ભીલ (ઉ.વ.૨૩) વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી આરોપી મદન વેનસિંગ ભુરીયા ભીલ અને મદનનો મિત્ર નરપત એ બંનેએ માવો ખાવાના બહાને બોલાવી છરીનો ઘા મારી જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે ખૂનની કોશિશનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે



