


ટંકારાના નેકનામ ગામે માલધારીના વાળામાં શિકારી કૂતરા ઘૂસી જતાં ૪૫ ઘેટાં-બકરાંના મોત નિપજતા ચકચાર મચી ગઈ છે અને માલધારી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
બનાવની મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા માલધારી ભલાભાઇ ભીખાભાઈ લામકાના વાડામાં રાત્રીના શિકારી કૂતરા ઘુસી જતા ઘેટાં-બકરાંને પર તૂટી પડયા હતા અને કુતરાથી બચવા માટે ધેંટા-બકરાએ નાશ ભાગ કરી હતી.પરંતુ કુતરાએ ધેંટા-બકરાને બાચકા ભરીને લેતા ૪૫ જેટલા ઘેટાં બકરાના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં.ઘટનાની જાણ થતા પશુ ડોકટરણી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.તેમજ માલધારીણી રોજી-રોટી સમાન ધેટા બકરાના મોતથી માલધારી પરિવાર પર આભ ફાટ્યું પડ્યું હતું.

