

મોરબી જીલ્લામાં હાર્દિક પટેલને જોરદાર સમર્થન મળી રહ્યું છે અને ગામડે ગામડે રામધુન સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તો આજે મહિલાઓએ મોરચો સાંભળી ટંકારા ચોકડીએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું
ટંકારા ચોકડીએ પાટીદાર મહિલાઓએ રસ્તા રોકો આંદોલન કરીને થાળી વેલણ વગાડી સરકાર સામે વિરોધ કર્યો હતો તેમજ હાર્દિક પટેલને સમર્થન પૂરું પાડ્યું હતું તો મોરબીના મહેન્દ્રનગર ગામ ઉપરાંત શહેરના વૈભવનગર સોસાયટીમાં રામધુન કરવામાં આવી હતી જયારે ટંકારાના ખીજડીયા ગામ અને વીરપર સહિતના ગામોમાં રામધુન યોજી હાર્દિકને પાટીદારો સમર્થન આપી રહ્યા છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના મુજબ આજે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના દેવામાફી તેમજ હાર્દિકના ઉપવાસ અને માંગણીને સમર્થન આપવા નવા બસ સ્ટેન્ડ નજીક ૨૪ કલાકના ઉપવાસ શરુ કરવામાં આવ્યા છે જેમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સહિતના આગેવાનો ૨૪ કલાકના ઉપવાસ આંદોલનમાં જોડાયા છે