


ટંકારા શહેરના વિકસિત બ઼ાહવિસ્તાર મા આવેલી રૂપાવટી સોસાયટીમાં વસતા પાટીદાર જયંતીલાલ સવજીભાઈ દુબરીયાના રહેણાંક મકાનમા હાલમા રંગરોગાન કામ ચાલતુ હોવાથી ઘરના અન્ય સભ્યો તેના જુના રહેઠાણે રહેતા હતા.જયારે જયંતીલાલના પત્નિ જાગૃતિબેન પોતાના રોજીંદા ઘર કામમાં વ્યસ્ત હોય તે દરમિયાન કોઈ અજાણી વ્યક્તિ ઘરના ખુલા દરવાજા હોવાથી મોકાનો ફાયદો ઉઠાવી પળવારમા ઘરમા પ઼વેશી કબાટમાથી સોનાનો ચેન સેરવી હાથફેરો કરી પલાયન થઈ જવામા સફળ થયુ હતુ આ બાબતે ટંકારા પોલીસમા ફરિયાદ કરવામાં આવી હતી. બનાવની વધુ તપાસ જમાદાર દેવરાજભાઈ નાટડા ચલાવી રહ્યા છે.પોલીસના પ઼ાથમિક અનુમાન મુજબ કોઈ જાણભેદુ ઘરમા ચોરી કરી હોવાનું લાગે છે

