મોરબી-માળિયા હાઈવે પર કારમાં દારૂની હેરાફેરી કરતા એક શખ્સને તાલુકા પોલીસે ઝડપ્યો

મોરબી તાલુકના નાગડાવાસ ગામના પાટિયા પાસેથી મોરબી તાલુકા પોલીસને ટીમે એક શખ્સને કારમાં દારૂ અને બીયરના જથ્થા સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરના સુચના તેમજ ડી.વાય.એસ.પી. રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ જુગાર અને દારૂની બદી જીલ્લામાં સદતર નાબુદ કરવાના હોય જેથી તાલુકના પી.આઈ. એમ.આર.ગોઢણીયા બાતમી મળી હતી કે મોરબી-માળિયા હાઈવે પરથી એક કારમાં દારૂની હેરાફેરી થવાની જેથી તાલુકના પોલીસની ટીમ વોચમાં હતી ત્યારે નાગડાવાસ પાસેથી એક કાર જી.જે.૧૨ સી.જી.૪૯૫૫ શકાસ્પદ હાલતમાં નીકળતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા તે કાર લઈને ભાગવા જતા તેની કારને આતરી રોકતા તેમાંથી દારૂની બોટલ નગ ૩૬ જેની કીમત રૂપિયા ૧૮૭૨૦ બીયર નગ ૬૮ જેની કિમત રૂપિયા ૬૮૦૦ અને કારન કીમત રૂપિયા ૩ લાખ આમ કુલ ૩,૨૫,૫૨૦ નો મુદમાલ સાથે કારમાં દારૂની હેરાફેરી કરનાર શખ્સ નરસીભા રંભા સાબા રહે ભચાઉ વાળાને પોલીસે ઝડપી લીધો હતો અને દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો ક્યાં જતો હતો તેની વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે

આ કાર્યવાહીમાં તાલુકા પોલીસના જયસુખભાઈ વસિયાણી,યોગીરજ્સિંહ જાડેજા,દિવ્યરાજસિંહ જાડેજા, ફતેસગ પરમાર, જયદીપ પટેલ, રવિરાજસિંહ ઝાલા અને પંકજભા ગુઢડા સહિતના સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવમાં આવી છે

Comments
Loading...
WhatsApp chat