જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા તાલુકા લાયઝન અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી

મોરબી જિલ્લામાં ફ્લડ, કુદરતી આપદા તથા સરકારશ્રીના વિવિધ કાર્યક્રમો તથા જિલ્લામાંથી સોપવામાં આવતી મહત્વની યોજનાઓ તથા ઝુંબેશ સ્વરૂપે સોપાયેલ કામગીરી સુચારૂ રૂપે સમયમર્યાદામાં પૂર્ણ કરવાના હેતુથી સરકારની સામાન્ય વહીવટ વિભાગની સુચનાનુસાર તાલુકા દીઠ લાયઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે.

જેમાં મોરબી ગ્રામ્ય અને શહેર તાલુકાના લાયઝન અધિકારી તરીકે મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, ટંકારા તાલુકાના લાયઝન અધિકારી તરીકે ઇશીતા મેર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મોરબી, વાંકાનેર તાલુકાના લાયઝન અધિકારી તરીકે એ. એચ. શિરેસીયા, પ્રાંત અધિકારી વાંકાનેર, હળવદ તાલુકાના લાયઝન અધિકારી તરીકે  એમ.એ.ઝાલા, પ્રાંત અધિકારી  હળવદ, માળિયા(મીં) તાલુકાના લાયઝન અધિકારી તરીકે  દેવાંગ રાઠોડ, જિલ્લા પુરવઠા અધિકારીની નિમણૂક જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા કરવામાં આવે છે.

 

Comments
Loading...
WhatsApp chat