



સમગ્ર રાજ્યના તલાટી મંત્રીઓ સાથે મોરબી જીલ્લામાં તમામ તલાટી મંત્રી હડતાલ પર ઉતર્યા છે ત્યારે ખેડૂતો અને ગ્રામજનોના પ્રશ્નો ટલ્લે ચડ્યા છે ત્યારે તલાટી મંડળે હડતાલ બાદ તુરંત લોકોના કામો પૂર્ણ કરવાની ખાતરી આપી છે
મોરબી જીલ્લા તલાટી મંડળ અનિશ્ચિત મુદતની હડતાલમાં જોડાયું હોય જેથી ખેડૂતો, ગ્રામજનો અને સરકારની વિવિધ યોજનાના કામો ટલ્લે ચડ્યા છે અને અરજદારો પરેશાન છે ત્યારે આજે મોરબી જીલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ બી જે બોરસાણીયા સહિતના હોદેદારોએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે તલાટી મંત્રી મંડળના આદેશથી રાજ્યના ૧૧૦૦૦ તલાટી મંત્રી પોતાની વ્યાજબી માંગણીઓ સાથે પોતાના હકની લડાઈ માટે સામુહિક હડતાલ પર ઉતર્યા છે આ હડતાલથી ખેડૂતો, ગ્રામજનો અને સરકારની યોજનાના લાભાર્થીઓ હેરાન થાય છે જેથી દિલગીર છીએ
જીલ્લાના તમામ તલાટી મંત્રીઓ દ્વારા હડતાલ પહેલા ગ્રામજનોના કામ પૂર્ણ કરી આપવા પ્રયાસ કરેલ છે તો હડતાલનો સુખદ અંત આવવાની સાથે જ તમામ અરજદારોના કામ ઓવરટાઈમ કરીને ઝડપથી પૂર્ણ કરી આપવામાં આવશે તેવી ખાતરી આપી છે અને હકની લડાઈમાં સહકાર આપવા અનુરોધ કરાયો છે
સ્વચ્છતા અભિયાન દ્વારા કરશે વિરોધ
મોરબી જિલ્લાના તલાટી મંત્રી હડતાલ પર છે ત્યારે શુક્રવારે લાલપર ગામે સફાઈ અભિયાન યોજી અનોખો વિરોધ નોંધાવશે



