Billboard ad 1150*250 Billboard ad 1150*250

તલાટી મહામંડળે પડતર પ્રશ્નો મામલે આવેદન પાઠવ્યું, ઉગ્ર આંદોલનની ચીમકી

ચાલુ માસથી વિવિધ વિરોધના કાર્યક્રમો યોજાશે

ગુજરાત રાજ્ય તલાટી મહા મંડળનાં વિવિધ પડતર પ્રશ્નો મામલે આજે મોરબીમાં તલાટી મહા મંડળે જીલ્લા કલેકટર,ડીડીઓ અને એસપીને આવેદન પત્ર પાઠવી પડતર પ્રશ્નો જલ્દીથી ઉકેલવા માંગ કરી છે તેમજ આગામી દિવસોમાં વિરોધના કાર્યક્રમોની પણ ચીમકી ઉચ્ચારી છે

ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના નેજા હેઠળ આજે તલાટીમંત્રીઓએ કલેકટર મારફત રાજ્યના મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે તલાટી કમ મંત્રી (પંચાયત) સંવર્ગને ઉચ્ચતર પગારધોરણમાં વર્ષોથી અન્યાય થઇ રહ્યો છે અને બઢતીની તકો ઓછી હોવાથી સર્કલ ઇન્સ્પેકટરની જગ્યા વિસ્તરણ અધિકારી સંવર્ગમાં અપગ્રેડ કરવા પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ ક્રમાંક તા. ૨૪/૧૦/૧૭ ની પ્રસ્તાવનામાં જ સરકારે પંચાયત સંવર્ગના તલાટી કમ મંત્રી કર્મચારીઓને પગાર ધોરણમાં થતા અન્યાયને દુર કરવા ઠરાવ કરેલ હોવાનું સ્વીકારેલ છે સરકાર દ્વારા સર્કલ ઇન્સ્પેકટરની જગ્યા વિસ્તરણ અધિકારીમાં અપગ્રેડ કરવામાં આવી જેનો અર્થ તંત્ર દ્વારા એવો કરવામાં આવે છે કે તલાટી કમ મંત્રીને પ્રથમ બઢતી વિસ્તરણ અધિકારી પંચાયતમાં જ મળે, જે સમજુતી દુખદ છે વિસ્તરણ અધિકારી તમામ જેવા કે પંચાયત, સહકાર, આંકડા, નાયબ ચીટનીશ સીધી ભરતી એક જ સંવર્ગ તરીકે થાય છે

તે ઉપરાંત સરકાર દ્વારા ફિક્સ પગારથી ભરતી થયેલ કર્મચારીઓને ૨૦૦૬ ની સાલથી સેવા સળંગ ગણવા ઠરાવવામાં આવેલ છે પરંતુ ૨૦૦૪ માં પાન સરકાર દ્વારા ફિક્સ પાગરથી કર્મચારીઓની ભરતી કરેલ છે જેથી તે કર્મચારી સીનીયર હોવા છતાં ૨૦૦૪ ત હી નિમણુક પામેલ કર્મચારીઓ પાછળ પ્રવર્તતા યાદીમાં સમાવાય છે સરકાર દ્વારા ૧૮૦૦ મહેસુલ તલાટીઓની ભરતી કરવામાં આવી ત્યારથી તેઓને કરવાની કામગીરી અંગે મહેસુલ વિભાગના ૧૪-૧૦-૨૦૧૦ થી જોબચાર્ટ બનાવેલ તે કામગીરી આજદિન સુધી તેઓ કરતા નથી હાલમાં કુલ ૪૧૯૯ મહેસુલી તલાટીઓ ઉપલબ્ધ હોવા છતાં મહેસુલ કામગીરી તલાટી કમ મંત્રી પાસે કરાવવા સરકારી તંત્ર આગ્રહ રાખે છે તેમજ સરકારની ફિક્સ પગાર નીતિથી ભરતી થયેલ તલાટી મંત્રીને પ્રથમ પાંચ વર્ષ કોઈ લાભ મળતા નાથી જેને નવ વર્ષીત પેન્શન યોજના હેઠળ જીવન નિર્વાહ પણ ના થાય તેટલું પેન્શન આપવાની નીતિ બંધ કરી જૂની પેન્શન યોજના શરુ કરવા રજૂઆત કરેલ છે આ તમામ પ્રશ્નો બાબતે વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી જેથી ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહા મંડળની કારોબારીમાં વિરોધ અંગેના ઠરાવ કરવામાં આવ્યા છે
ચાલુ માસથી વિરોધના કાર્યક્રમો

• તા. ૧૦-૦૯-૧૮ ને સોમવારે રાજ્યભરના તમામ તલાટીમંત્રી ભાઈઓ-બહેનો કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે
• તા. ૧૭-૦૯-૧૮ ને સોમવારે રાજ્યભરનાં તમામ તલાટીમંત્રીઓ ફરજ પર હાજર રહી પેનડાઉન કરશે
• તા. ૨૯-૦૯-૧૮ ને શનિવારનાં રોજ રાજ્યભરના તમામ તલાટી માસ સીએલ મૂકી સ્થાનિક કક્ષાએ દેખાવો કરશે
• તા. ૦૨-૧૦-૧૮ ને મંગળવારના રોજ રાજ્યભરના તમામ તલાટીમંત્રીઓ ધરણા કરશે

Comments
Loading...
WhatsApp chat