સિરામિક એકમમાં લોડર રીવર્સ લેતી વેળાએ બાળક ઠોકરે ચડ્યું, ઘટનાસ્થળે કમકમાટીભયું મોત

મોરબીના સિરામિક એકમોમાં અનેક અકસ્માતોની ઘટનામાં શ્રમિકોના મોત થતા હોય છે જેમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં કારખાનાના ગ્રાઉન્ડમાં લોડર રીવર્સ લેતી વેળાએ રેતીમાં સુતેલા બાળકને હડફેટે લેતા બાળકનું મોત નીપજ્યું છે

બનાવની મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલ નવા જાંબુડિયા નજીકના રોલેક્ષ સિરામિકમાં રહીને મજુરી કરતા દિનેશ નાનુરામ ભાભરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે લોડર નં જીજે ૩૬ એસ ૧૪૫૧ ના ચાલક યોગેશભાઈએ લોડર રીવર્સ લેતી વેળાએ રેતીના ઢગલામાં સુતેલા ફરિયાદીના પુત્ર લખન (ઉ.વ.૦૮) ને હડફેટે લેતા તેને ગંભીર ઈજા થતા મોત નીપજ્યું છે પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી લોડર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat