લો…બોલો…વાંકાનેરમાં તસ્કરોને રાશન ખૂટતા : કરિયાણાની દુકાનમાં હાથફેરો

રાજકોટ જંકશન પ્લોટ નં-૧૫ ગેબનશાહ પીરની દરગાહ રોડ પર આવેલ નિર્મલા એપાર્ટમેન્ટમાં રહેતા વિનોદરાય કાંતિલાલ મજીડીયા(લુવાણા)એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે વાંકાનેર ગ્રીનચોક વિસ્તારમાં પોતાને દુકાના હોય અને તા.૨૨ બપોરના ૧૨ વાગ્યાથી તા.૨૩ સવારના ૯ વાગ્યા સુધીમાં દુકાન બંધ હોય તે સમયે દુકાનની પાછળના ગોડાઉનની લોખંડની ઝાળી તોડી કોઈ અજાણ્યા ઇસમે પ્રવેશ કરી દુકાનમાં રહેલ કરીયાણાની ચીજ વસ્તુ ચોખા,ચા,ડ્રાઈફ્રુટ તેમજ તેજાના મળી કુલ રૂ.૮૬૯૫૦ ની ચીજ વસ્તુઓની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી છે.આ મામલે વાંકાનેર સીટી પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat