Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડના કામમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે જવાબદારો સામે પગલા ભરો

સામાજિક અગ્રણીએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી

 

મોરબી નગરપાલિકામાં આવતા મહેન્દ્રપરા મેઈન રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય જેની તપાસ કરાવી જવાબદારો સામે પગલા ભરવાની માંગ કરવામાં આવી છે

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ સીએમને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી નગર પાલિકા વિસ્તારમાં આવતા મહેન્દ્રપરા મેઈનરોડનું કામ થોડા સમય પહેલા કરવામાં આવેલ હતું. જે રોડ બન્યાના થોડા જ સમયમાં તૂટી ગયો છે જે રોડ પાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો જનતાના ટેક્ષના પૈસા ખર્ચીને બનેલા રોડ તૂટી જતા ભ્રષ્ટાચારને કારણે રોડનું કામ નબળું થયું હોય જેથી રોડ નવેસરથી બનાવવા તેમજ તપાસ કરીને જવાબદારો સામે પગલા ભરવા માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat