Billboard ad 1150*250 Billboard ad 1150*250

સરકારી જગ્યામાં પેશકદમી, દારૂ-જુગારના અડ્ડા ચલાવનાર સામે કાર્યવાહી કરો

લત્તાવાસીઓએ કલેકટરને આવેદન પાઠવી કાર્યવાહીની કરી માંગ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીનમાં પેશકદમી તેમજ દારૂના ધંધા કરવામાં આવતા હોય જે સ્થાનિકોને પરેશાન કરતા હોય આવા લુખ્ખા તત્વોના ત્રાસ સામે લત્તાવાસીઓએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી છે.

મોરબીના સામાકાંઠા વિસ્તારના રહીશોએ આજે જીલ્લા કલેકટરને લેખિત આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવાયું છે કે સામાકાંઠા વિસ્તારમાં ભીમસરમાં રહેતા હાજી અને તેના દીકરાઓ શાહરૂખ અને હારૂનની ગેંગ દ્વારા ત્યાં આવેલા મંદિરની બાજુમાં ઈંગ્લીશ અને દેશી દારૂનું વેચાણ કરવામાં આવે છે તો સોસાયટીના રહીશો મંદિરે દર્શનાર્થે જતા હોય તેણે પરેશાન કરવામાં આવી રહ્યા છે તે ઉપરાંત આં શખ્શો દ્વારા જુગારનો અડ્ડો પણ ચલાવવામાં આવી રહ્યો છે આરોપીઓને પોલીસની કે કાયદાની કોઈ બીક ના હોય તેમ દારૂના ધંધા કરવા ઉપરાંત મહિલાઓની છેડતી કરે છે અને રોકવા કે સમજાવવા જનારને રાત્રીના બળજબરીથી ઘુસી જઈને તોડફોડ કરી મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે જેથી રહીશો ડરને કારણે ફરિયાદ કરતા નથી

તે ઉપરાંત આ ઇસમોએ ભીમસર વિસ્તારમાં જે સરકારી જમીનમાં ગેરકાયદેસર કબજો જમાવીને પાકા મકાન બનાવીને પેશકદમી કરી છે અને સરકારી જમીનમાં કબજો કરી પોતાની દારૂ બનાવવાની અને વેચાણની તેમજ જુગાર રમાડવાની ગેરકાનૂની પ્રવૃતિઓ કરી રહયા છે જેથી સ્થાનીકોમાં આવા તત્વોનો સતત ભય ફેલાઈ રહ્યો છે અને આ લોકોનો આતંક વધી રહ્યો હોય જેથી આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરી અટક કરવામાં આવે અને સરકારી જગ્યા ખાલી કરાવવાની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat