Billboard ad 1150*250

વાંકાનેરનાં નાની બજાર વિસ્તારમાં ઘરમાંથી ૨૨૦૦૦ લઇ ગયા

0 1,125

વાંકાનેરનાં  નાની બજાર વિસ્તારમાં આવેલ મેહુલ ટેલીકોમની સામે શેરીમાં રહેતા હુસેનભાઈ અબ્બાસભાઈ (ઉ.૫૦)એ ફરિયાદ નોંધાવી છે કે, તા. ૧૯-૮ ના રોજ રાત્રે ૨:૩૦ આસપાસ તે પોતાના પરિવાર સાથે ઘરમાં સુતા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ ઘરના પાછળના ભાગની  બારીમાંથી પ્રવેશ કરી ઘરમાં રહેલા કબાટમાં ૭૦૦૦ રોકડ તેમજ ૨ ફોન જેની કિમત.૧૫,૦૦૦ એમ કુલ ૨૨,૦૦૦ મુદામાલ લઇ ફરાર થઇ ગયો હતો. વાંકાનેર સીટી પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat