મોરબીમાં રાજપૂત સમાજની બહેનોની તલવાર રાસની પ્રેક્ટિસ, જુઓ વિડીયો ન્યુઝ…




તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘની બહેનો દ્વારા તલવારરાસની પ્રેક્ટીસ
અખિલ ગુજરાત રાજપૂત સંઘ દ્વારા છેલ્લા ૨૮ વર્ષથી ભૂચરમોરી ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ દર વર્ષે યોજાય છે હલ્દીઘાટી પછી ગુજરાતમાં સૌથી મોટું યુદ્ધ ભૂચમોરી ખાતે ખેલાયું હતું
જેમાં હજારો યોધ્ધાઓ શહીદ થયા હોય જે યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કાર્યક્રમ યોજાય છે ત્યારે આ કાર્યક્રમમાં અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘની બહેનો દ્વારા તલવાર રાસ રજુ કરવામાં આવનાર છે જેમાં ૨૦૦૦ જેટલી રાજપૂત સમાજની બહેનો તલવાર રાસ રજુ કરશે જેમાં મોરબી રાજપૂત સમાજની ૧૫૦ બહેનો પણ જોડાશે જેની પ્રેક્ટીસ પણ મોરબીમાં ચાલી રહી છે તલવાર એ સંસ્કૃતિ અને શૌર્યનું પ્રતિક છે જેથી શહીદો માટેના કાર્યક્રમમાં તલવાર રાસ રજુ કરવામાં આવશે તેમજ રાજપૂત સમાજની બહેનો દ્વારા તલવાર રાસ રજુ કરાય તેને ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તે માટેની તૈયારીઓ ચાલી રહી છે અને આગામી દિવસોમાં ભૂચર મોરી ખાતે યોજાનાર કાર્યક્રમમાં બહેનો તલવાર રાસ રજુ કરશે



