મોરબી આરોગ્ય ટીમ દ્રારા સ્વાઈન ફ્લુ જાગૃતિ અભિયાન,સોનુંની પેરોડી પર બનાવ્યો વિડીયો.

સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે ત્યારે તેનાથી બચવા માટે તથા લોકોમાં સારવારની સાથે જાગૃતિ આવે તે પણ જરૂરી છે ત્યારે મોરબીની સેવાભાવી સંસ્થાઓ અને સરકારી તંત્ર દ્વારા ઉકાળા અને આયુર્વેદિક, હોમિયોપેથીક દવાનું વિતરણ કરી રોગચાળો કાબુમાં આવે અને લોકોમાં જાગૃતિ માટે કામગીરી થઈ રહી છે.
પરંતુ આ બધાથી જરા અલગ અંદાજ માં મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ડો.જે.એમ.કતિરા,ડૉ.નિમાવત અને ડૉ.વારેવરીયાએ સોશ્યલ મીડિયા થકી સ્વાઇન ફલૂ અંગે જન જાગૃતિ લાવવા સોનુ તને મારા પર ભરોસો નહિ કે પેરોડી જેવી જ રમુજી પેરોડી બનાવી સોશ્યલ મીડિયામાં વાઇરલ કરી છે.
સોનુ તને છીંક આવે તો મો પર રૂમાલ રાખીશ… સ્વાઇન ફલૂ ની દવા ટેમી ફલૂ…ટેમી ફલૂ જેવા શબ્દનો ઉપયોગ કરી લોકોમાં રોગ અંગે કેવી તકેદારી રાખવી તે બાબત જણાવવા માં આવી છે. મોરબીના યુવાનોનો સાથ લઈ બનવવામાં આવેલ આ પેરોડી જી.વી.ગામ્ભવા એ લખી છે જેનું ડાયરેક્શન-કેમેરા ડો.જય નીમાવત, લીડ રોલમાં મૌલિક પંડ્યા, ડો.વંદના રાઠોડ, અંજના વાઘેલા સહિતનાઓએ ભૂમિકા ભજવી છે. આ પેરોડી મોરબીના ત્રીમંદિરમાં શૂટ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat