



મોરબી અને ટંકારા તાલુકામાં વસતા ઝાલા રાજપૂત સમાજ દ્વારા આજે શરદ પુનમ નિમિતે શકત શનાળા મંદિરે હવન યજ્ઞાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવન બાદ માહાપ્રસાદનો લાભ ઝાલા રાજપૂત પરિવારોએ લીધો હતો
શકત શનાળા ગામના શક્તિ માતાજીના મંદિરે સવારે યજ્ઞ વિધિ શરુ થઇ હતી તો ત્યારબાદ મહેમાનોના સામૈયા કરવામાં આવ્યા હતા યજ્ઞાદીનો લાભ લેવા સમાજના અગ્રણીઓ અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા જે મહેમાનોના પરંપરા મુજબ સામૈયા કરવામાં આવ્યા હતા તો આ તકે શનાળા ગામના દીકરા અને દીકરીઓની ટીમે રાસ રજુ કર્યા હતા યજ્ઞ બાદ મહાપ્રસાદનો પણ ઝાલા રાજપૂત પરિવારોએ લાભ લીધો હતો ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા શ્રી આદ્યશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ શકત શનાળાના બાપાલાલસિંહ ઝાલા અને ક્રિપાલસિંહ ઝાલા સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી



