શ્રાવણીયો જુગાર : પોલીસે એક માસમાં ૪૨૮ જુગારીઓને ઝડપી ૪૭.૮૨ લાખની મુદામાલ ઝડપ્યો

૨૭ લાખ રોકડ, ૧૮.૮૦ લાખના વાહનો જપ્ત કરાયા એક માસમાં ૪૭.૮૨ લાખની મત્તા કબજે કરાઈ

મોરબી જીલ્લામાં શ્રાવણીયા જુગારના ધમધમાટ વચ્ચે જિલ્લાભરની પોલીસે દરોડા કાર્યવાહી કરી હતી જેમાં કુલ ૭૯ જુગાર કેસમાં ૪૨૮ આરોપીને ઝડપી લઈને ૨૭ લાખથી વધુની રોકડ અને ૧૮.૮૦ લાખના વાહનો સહીત ૪૭.૮૨ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન અને સુચના હેઠળ એલસીબી, મોરબી સીટી એ ડીવીઝન, બી ડીવીઝન અને તાલુકા પોલીસ ઉપરાંત ટંકારા, માળિયા અને હળવદ પોલીસ મથકો અને વાંકાનેર સીટી અને તાલુકા પોલીસની ટીમોએ ઠેર ઠેર દરોડા કરીને શ્રાવણ માસમાં કુલ ૭૯ જુગારના કેસો કર્યા હતા

જેમાં શ્રાવણ માસમાં પોલીસે જીલ્લાભરમાંથી કુલ ૭૯ જુગારના કેસ કર્યા હતા જેમાં જાહેરમાં જુગાર અંગેના ૬૭ કેસ કર્યા હતા જેમાં ૩૩૫ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને આરોપીઓ પાસેથી ૧૬,૨૦,૨૫૦ ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી તો ૨૫ વાહનો કીમત રૂ. ૬.૮૦ લાખ મળીને કુલ ૨૪,૦૦,૨૫૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

તે ઉપરાંત રહેણાંક મકાન અને ઓફીસ સહિતના સ્થળોએ જુગાર રમતા જુગારીઓને પણ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું અને કુલ ૧૨ કેસ દાખલ કરવામાં આવ્યા હતા જેમાં ૯૩ આરોપીને ઝડપી લઈને ૧૧,૪૩,૨૨૦ ની રોકડ રકમ ઉપરાંત ૫ વાહન કીમત ૧૨ લાખ તેમજ મોબાઈલ સહીત કુલ ૨૩,૮૧,૯૨૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

આમ શ્રાવણ માસ દરમિયાન જીલ્લા એસપીના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરની પોલીસે કુલ ૭૯ જુગાર કેસોમાં ૪૨૮ આરોપીઓને ઝડપી લઈને ૨૭,૬૩,૪૭૦ ની રોકડ તેમજ ૩૦ વાહનો કીમત ૧૮,૮૦,૦૦૦ અને ૮૦ મોબાઈલ સહીત અન્ય મુદામાલ કીમત ૧,૧૯,૮૦૦ સહીત કુલ ૪૭,૮૨,૧૭૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

Comments
Loading...
WhatsApp chat