મોરબીના સ્વામીનારાયણ મંદિરમાં તિરંગા થીમ સાથે પ્રભુભક્તિનો અનોખો સમન્વય

દેશભરમાં ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શહેરના સ્વામીનારાયણ મંદિર ખાતે તિરંગા થીમનું આયોજન કરવામાં આવ્યું હતું

મોરબીના શનાળા રોડ પરના સ્વામીનારાયણ મંદિર ખાતે સ્વાતંત્ર્ય પર્વ નિમિતે તિરંગા થીમથી મંદિરમાં શણગાર કરવામાં આવ્યો હતો સ્વામીનારાયણ મંદિરમાં શ્રાવણ માસ નિમિતે વિવિધ થીમથી શણગાર કરાય છે તો આજે મંદિરમાં ભગવાનનો શણગાર અને મંદિરમાં તિરંગા થીમથી કરેલો શણગાર ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને દેશભક્તિ અને પ્રભુભક્તિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો

Comments
Loading...
WhatsApp chat