મોરબીમાં સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા ગુજરાત યુવા સંવાદ કાર્યક્રમ યોજાશે

ભારત દેશ હાલ જી ૨૦ ની યજમાની કરી રહ્યો છે ત્યારે જી ૨૦ ના આયોજન સાથે યુવાનોમાં જાગૃતતા લાવવા માટે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે

જે અંતર્ગત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ મોરબી જીલ્લા દ્વારા તા. ૨૮ ને રવિવારે રાત્રીના ૦૮ : ૩૦ કલાકે રવાપર ચોકડી ખાતે ગુજરાત યુવા સંવાદ કાર્યક્રમ યોજાશે જે કાર્યક્રમમાં યુવા સાથે સીધો સંવાદ થાય તે માટે શહેરના યુવાનોએ પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

Comments
Loading...
WhatsApp chat