Billboard ad 1150*250

મોરબી ખાતે SVS મોરબી તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

0 32
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        તપોવન વિદ્યાલય-મોરબી ખાતે SVS મોરબી તાલુકા કક્ષાનો કલા-ઉત્સવ ઉજવાયો, રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્યો જેવા કે, ચિત્રકલા, કાવ્યલેખન, નિબંધ અને વકતૃત્વને આધારે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કળા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શાળા કક્ષાથી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ-મોરબીના કન્વીનર નરેશભાઇ સાણજાના જણાવ્યા મુજબ G.C.E.R.T. ગાંધીનગર તરફથી આ વર્ષના કલાઉત્સવમાં જુદી જુદી ચાર સ્પર્ધા જેવીકે “પ્લાસ્ટિક મુક્ત ભારત” વિશે ની ચિત્રસ્પર્ધા, “ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમ” વિષય પરની બાળકવિ સ્પર્ધા, “ગાંધીજીને પત્ર” વિષય પર નિબંધલેખન સ્પર્ધા અને “મને આવેલું ગાંધીજીનું સ્વપન” વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ છે જે અનુસંધાને આજ રોજ તપોવન વિદ્યાલય-મોરબી ખાતે SVS મોરબી તાલુકા કક્ષાની સ્પર્ધામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાથી કુલ 72 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. દરેક સ્પર્ધામાંથી વિભાગ મુજબ પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે રૂ.500, રૂ.300 રૂ.200 રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.

આ કલાઉત્સવમાં દરેક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થી હવે પછી જીલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઇ ઓગણજા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શૈલેષભાઈ સાણજા તેમજ તપોવન વિદ્યાલય-મોરબીના ચેરમેન અશોકભાઈ રંગપરીયા ખાસ ઉપસ્થિત રહેલ હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા વિકાસ સંકુલના કન્વીનર નરેશભાઇ સાણજા તથા સહકન્વીનર અતુલભાઈ પાડલીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat