આંતરરાષ્ટ્રીય સ્વીમીંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન સાકાર

રાજકોટના હીનાબેન અને જયેશભાઈનો પુત્ર જીગર ઠક્કર શારીરિક પેરેલાઈઝ અને  સેરેબ્રલપાલ્સીથી પીડાતો જીગર હલનચલન પણ કરી સકતો ન હતો. ડોક્ટરના સૂચન મુજબ તેની ૧૧ વર્ષ પહેલા ફીઝીયોથેરાપી સારવાર ચાલુ કરાવી હતી જેમાં રાજકોટ બાદ મોરબીના ફીઝીયોફીટ ફીઝીયોથેરાપી એક્સપર્ટ ડો. ભાવિન ચંદે અને ડો. અમિત વાઘેલાના ફીઝીયોથેરાપી અન સ્પોર્ટ્સ ફિટનેસ ટ્રેનીંગ તેમજ સ્વીમીંગ કોચ બંકિમ જોશીના માર્ગદર્શન હેઠળ સ્વીમીંગ થેરાપી શરુ કરવામાં આવી હતી જે જીગર માટે પ્રેરણાસ્ત્રોત બની હતી. શારીરિક પેરેલાઈઝ બાળક રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ સ્વીમીંગમાં ભાગ લઇ સકે અને લે તો પણ વિજેતા બની સકે તેવા સવાલનો જવાબ જીગરના સતત પ્રયત્નો અને તેના માતાપિતા તથા કોચના માર્ગદર્શનથી મળી રહ્યા છે.રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ ૩૦ થી વધુ મેડલ જીતીને હવે જીગર છેલ્લા બે વર્ષથી સ્વીમીંગના માર્ગદર્શનને કારણે વર્લ્ડ પેરાસ્વીમીંગ બલીન ૨૦૧૭ ની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેમજ ૨૦૨૦ માં પેરા ઓલમ્પિકમાં ભારત તરફથી ભાગ લેવાનું સ્વપન પૂર્ણ કરવા પ્રયત્નો કરી રહયો છે.મોરબીના ફીઝીયો ફીટના ડો. ભાવિન ચંદે અને ડો. અમિત વાઘેલાએ જીગરની સિદ્ધિ વિષે જણાવ્યું હતું કે એક સમયે ચાલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી વિકટ સ્થિતિ છતાં તેના માતાપિતાની સખ્ત મહેનત અને જીગરના આત્મવિશ્વાસે અશક્યને શકય કરી બતાવ્યું છે. મોરબી ફીઝીયોફીટની ટીમે સતત માર્ગદર્શન આપી તેના સ્વપ્નને પંખ આપવાનું કાર્ય કર્યું છે.

 

Comments
Loading...
WhatsApp chat