Billboard ad 1150*250

મહિલા બુટલેગરે મુસ્લિમ યુવાનનું ઢીમ ઢાળ્યું હોવાની આશંકા

0 711

મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલા કુલીનગર ના રહેવાસી પઠાણ ફિરોજભાઈ નુરભાઇએ જીલ્લા એસપીને અરજીમાં જણાવ્યું છે કે તેના ભાણેજ અસ્લમખાન સલીમખાન પઠાણ (ઉ.વ.૨૦) વાળાનું ગત તા. ૪ ના રોજ મોત થયું છે. જેના મોત અંગે આશંકા વ્યક્ત કરીને જણાવ્યું છે કે મોરબીના વિસીપરાના કુલીનગરમાં રહેતી ડીમ્પલબેન હિતેશ રાજપૂત નામની મહિલા દેશી દારૂના જથ્થાબંધ વેપારી છે અને તે તા. ૪ ના રોજ ભાણેજને મોટરસાયકલ પર બેસાડીને રાજકોટ લઇ ગઈ હોય, આ મહિલાએ ભાણેજની હત્યા કરી હોવાની શંકા છે કારણકે આં ઘટના હડાળા નજીક અકસ્માત જેવું નાટક કર્યું હતું અને તે સમયે કુલીનગર મોરબીથી તેનો ભાણેજ રાજકોટ જવા નીકળ્યો હોવા છતાં મહિલા બુટલેગરે ૧૦૮ મારફત સારવાર અર્થે ખસેડતી વેળાએ તેને ઓળખતા હોવાની ના કહી હતી. તેમજ જે સ્થળે અકસ્માત થયાનું જણાવ્યું ત્યાં તપાસ કરતા અકસ્માતની વાતો જુઠી હોવાનું જાણવા મળ્યું હતું જેથી આ મહિલા બુટલેગરે જ તેના ભાણેજની હત્યા નીપજાવી હોવાની આશંકા વ્યક્ત કરી મહિલા બુટલેગરની ધરપકડ કરી સત્ય બહાર લાવવાની માંગ કરવામાં આવી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat