Billboard ad 1150*250

હળવદમાં ફરીથી કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ, દર્દીને રાજકોટ સારવારમાં ખસેડાયો

0 59
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        હળવદ પંથકમાં થોડા દિવસ પૂર્વે કોંગો ફીવરે દેખા દેતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી હતી અને રોગચાળા પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી જોકે ફરીથી એક શ્રમિકનો શંકાસ્પદ કેસ ધ્યાને આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે તો દર્દીને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

Post ad 2

         હળવદમાં શ્રી રામ ગૌશાળામાં કામ કરતા મૂળ છોટાઉદેપુરના શ્રમજીવીને ત્રણ ચાર દિવસથી તાવ આવતો હોય તેવી ફરિયાદને પગલે દર્દીના મેલેરિયા તેમજ ડેન્ગ્યુનો રિપોર્ટ નેગીટિવ આવ્યા હતા જોકે દર્દીને પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોઈ તેથી સી.એચ.સી હળવદ ખાતે પ્રાથમિક સારવાર લીધેલ પરંતુ તબિયતમાં સુધારો ના થતા કોંગો ફીવરની આશંકાને ધ્યાને લેતા પી.ડી.યુ મેડિકલ કોલેજ રાજકોટ ખાતે નિદાન તેમજ વધુ સારવાર અર્થે રીફર કરેલ છે

હાલ દર્દીની તબિયત સારી હોવાનું આરોગ્ય તંત્ર પસિથી જાણવા મળ્યું છે અને કોંગો ફીવરના નિદાન માટે બ્લડ સેમ્પલ પુના ખાતે મોકલી આપેલ છે તેનો રિપોર્ટ ત્રણ દિવસમાં આવે બાદમાં આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તો આરોગ્ય તેમજ પશુપાલન વિભાગ દ્વારા સંયુક્ત રીતે શ્રી રામ ગૌશાળા તેમજ આજુબાજુના વિસ્તારમાં સઘન સર્વે તેમજ કોંગો રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી જેમાં જિલ્લા પશુપાલન અધિકારી ડો. ભોરણીયા અને જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.સી.એલ.વારેવડિયા રુબરુ સ્થળ મુલાકાત લઈ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ જેમાં કોંગો ફીવર હોવાની શક્યતા ઓછી જણાયેલ છે, તેમ છતાં દર્દીને શંકાસ્પદ ગણી સેમ્પલ તેમજ અન્ય તમામ રોગ અટકાયતી કામગીરી કરવામાં આવેલ છે. સમગ્ર કામગીરીનું માર્ગદર્શન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા દ્વારા પૂરું પાડવામાં આવેલ

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat