માળિયા તાલુકામાં સર્વેની ટીમોએ ૯૦ ટકા નુકશાનીનો અંદાજ લગાવ્યો

તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાય તેવી ખેડૂતોને આશા

માળિયા તાલુકામાં ચાલુ વર્ષે નહીવત વરસાદને લીધે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હોય અને માળિયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા હોય ત્યારે તાજેતરમાં તંત્રની ટીમ દ્વારા કરાયેલ સર્વેમાં ૯૦ ટકા નુકશાનીનો રીપોર્ટ તૈયાર કરાયાની માહિતી સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે

માળીયા (મી.) તાલુકામાં મામલતદાર ટીમ દ્વારા દરેક ગામમાં સર્વે કરવામાં આવ્યો હતો જેમાં વેણાસર તથા કુંભારીયા ગામે સર્વે કરવા મામલતદારની ટીમ પહોંચી હોય અને ટીમના ટીમનાં સર્વે મુજબ વેણાસર ગામમાં ૯૦ ટકા નુકસાનીની માહિતી મળેલ વરસાદ ફક્ત ૪ ઈંચ થતાં ખેતી નુકસાનીનાં આંકડા મુજબ ૯૦ ટકા નુકસાન સ્થળ તપાસમાં અહેવાલ મળેલ જે ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ સુત્રોનાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર આગામી બે ત્રણ દિવસમાં માળીયા તાલુકાને દુષ્કાળ ગ્રસ્ત જાહેરાત કરે તેવી ખેડૂતોમાં આશા ઉજળી બની છે માળીયા ખેડૂત હીત રક્ષક સમિતિના અગ્રણીઓએ સર્વે અને નુકશાની અહેવાલની માહિતી આપી હતી અને તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માટેના સર્વેની કામગીરીથી સંતોષ વ્યક્ત કરી મામલતદાર અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે

Comments
Loading...
WhatsApp chat