મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા ફેલાવેલ પ્રદુષણનો એનજીટી ટીમ દ્વારા સર્વે

નિવૃત જજની રાહબરી હેઠળ કમિટી કરી રહી છે સર્વે

        નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તાજેતરમાં સિરામિક ઉદ્યોગમાં વપરાતા તમામ પ્રકારના કોલગેસ પ્રતિબંધ અંગે ચુકાદો આપ્યા બાદ આદેશની અમલવારી માટે જીપીસીબી ટીમે સઘન સર્વે કર્યો હતો તો હવે એનજીટી ટીમો સિરામિક ઉદ્યોગ દ્વારા મોરબીમાં કેટલું પ્રદુષણ ફેલાવ્યું છે તેનો સર્વે કરી રહી છે

        મોરબીમાં કોલગેસ પ્રતિબંધની અમલવારી માટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગરની ટીમોએ બે વખત સર્વે કર્યો છે અને કોલગેસ વાપરતા તમામ યુનિટોમાં આદેશની અમલવારી થતી હોવાની ખાતરી કરી હતી હવે જયારે કોલગેસ પ્રતિબંધ લાગુ પડી ગયો છે ત્યારે મોરબીથી વાંકાનેર સુધી ફેલાયેલી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કોલગેસ કદડો અને કેમિકલ વેસ્ટ જ્યાં ત્યાં ફેંકીને કેટલું પ્રદુષણ ફેલાવાયું છે હવા, પાણી અને જમીનમાં પ્રદુષણ ફેલાયું હોય જેના સર્વે માટે એનજીટીએ નિવૃત જજ ડી સી પટેલની આગેવાનીમાં કમિટી રચી છે જે કમિટીની ટીમે હાલ મોરબીમાં ધામા નાખ્યા છે અને કમિટી દ્વારા એક માસમાં સર્વે કરી રીપોર્ટ સોપવામાં આવશે

તો હાલ ટીમો મોરબીના મકનસર રોડ, સરતાનપર રોડ, ઘૂટું રોડ સહિતના સિરામિક ઝોનમાં સર્વે કરી રહી છે અને રીપોર્ટ એક માસમાં તૈયાર કરીને સોપી દેવામાં આવશે દરમિયાન એનજીટીની કમિટીએ જીપીસીબી અધિકારીઓ તેમજ સિરામિક એશોના હોદેદારો સાથે પણ બેઠક કરી હતી જેમાં પ્રદુષણને રોકવા અને કોલગેસ પ્રતિબંધ અમલવારી માટે સિરામિક એસો દ્વારા પ્રતિબધ્ધતા દાખવવામાં આવી હતી સાથે જ ગુજરાત ગેસ કંપની સિવાય અન્ય ગેસ કંપનીઓની લાઈનો નાખવાની મંજુરી આપવામાં આવે તો ઉદ્યોગને જરૂરિયાત મુજબ સ્ગેસ મળી રહે અને ગેસ સપ્લાય પૂરતા પ્રમાણમાં થઇ સકે તેવી રજૂઆત સિરામિક એસો દ્વારા કરવામાં આવી હતી

Comments
Loading...
WhatsApp chat