


મળતી માહિતી મુજબ રાજકોટ – મોરબી હાઇવે પર વિરપર પાસે ક્રુઝર અને કાર વચ્ચે અકસ્માતમાં કાર માં સવાર મોરબી સિવિલ હોસ્પિટલ ના સુપ્રીટેન્ડેડ ડો. દુધરેજીયા અને તેમના ડ્રાઈવર હતા જે રાજકોટ થી મોરબી આવી રહ્યા હતા તે દરમ્યાન સામે થી પુરપાટ આવતી ક્રુઝરે તેમને હડફેટે લેતા ડો. દુધરેજીયા અને તેમના ડ્રાઈવર ને ઇજા થતા સારવાર અર્થે મોરબી હોસ્પિટલે ખસેડાયા હતા.અકસ્માત ના લીધે ટ્રાફિકજામ થયો હતો પણ ઘટનાની જાણ થતા પોલીસ મોડી મોડી દોડી આવી હતી